રાષ્ટ્રીય જૂનું પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચાએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાષ્ટ્રીય જૂનું પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચાએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આશુતોષ પાંડે

ખાસ સંવાદદાતા 

સુરત = સમગ્ર ભારતમાં NoProof ની જાહેરાત મુજબ આજે NoProof ટીમ સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદન પત્ર મોકલવા અપીલ કરી હતી. નોપ્રૂફના ગુજરાત પ્રદેશ સલાહકાર મોહમ્મદ ઈકબાલ શેખ, પ્રદેશ મંત્રી ઉમેશ ગોહિલ, શહેર જિલ્લા પ્રમુખ મયુર સોલંકી સહિત દેવેન્દ્ર પ્રજાપતિ, પાલજીભાઈ કાનપરિયા, સંજય પરમાર, આરીફ વોરા, ઈરફાનભાઈ પઠાણ, રવિ ઠક્કર વગેરેએ ભાગ લીધો હતો. નો પ્રુફ હાલમાં નવી પેન્શન યોજના હેઠળ ફરજ બજાવતા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજીને તમામ કર્મચારીઓની લાગણી અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે।